આજે થર્ટી ફર્સ્ટ છે. જે કોઈ લોકો અસામાજિક પ્રવૃત્તિ કે તોફાન કરતા હોય છાંટકા બન્યા હોય તેની સામે કડક એક્શન લેવામાં આવશે. જિલ્લામાં 18થી વધુ જગ્યાએ નાકાબંધી કરવામાં આવશે. પોલીસ, હેડ ક્વાર્ટર, એસઓજી, એલસીબી, સ્ટાફ કામગીરીમાં જોડાશે. એક ડીવાયએસપીની આગેવાનીમાં 10 પીઆઇ, 28 પીએસઆઈ, હોમગાર્ડ જીઆરડી સહિત 600 જેટલો સ્ટાફ ફરજમાં રહેશે. આમ આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારનું આયોજન નક્કી કરી લેવામાં આવ્યું છે.