મોરબીમાં સીમા જાગરણ મંચ તથા ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય રામ માધવજીના પુસ્તક હિંદુત્વ પેરેડાઈમ અંગે શહેરના ટાઉનહોલ ખાતે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, નગરપાલીકા ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, મોરબી BAPS મંદિરના હરિસ્મરણ સ્વામી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડો જયંતિભાઈ ભાડેસીઆ તથા ઓરેવા ગૃપના જયસુખભાઈ પટેલ તથા સિમ્પોલો ગૃપના જીતુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
