ગુજરાત રાજ્યની નગરપાલિકાઓને બુનિયાદી મુડી પગાર ભથ્થા યોજનામાં કરવેરા વસૂલાતમાં અગ્રણી પાલિકાઓને સ્પે. ગ્રાન્ટ હેઠળ ઓગણપચાસ કરોડ બાણું લાખ ચૂકવાયા છે. જેમાં હાલારની ચાર પાલિકાઓનો સમાવેશ થાય છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યની નગર પાલિકાઓને બુનિયાદી મૂડી પગાર ભથ્થા યોજનામાં ગઈકાલે ૪૯.૯ર કરોડની સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારની કરવેરા વસૂલાતમાં આગળ પડતી નગરપાલિકાઓ માટેની આ ગ્રાન્ટોમાં કે હાલારની દસ નગરપાલિકાઓમાંથી માત્ર ચાર જ નગરપાલિકાઓનો સમાવેશ થયો હતો.
દેવભૂમિ દ્વારકામાં માત્ર ઓખા તથા દ્વારકા પાલિકા આ ગ્રાન્ટ ફાળવણીમાં આવી છે. જેમાં ઓખાને અગાઉ ૩૭.૧૩ લાખ ફાળવ્યા હતાં. તે પછી ગઈકાલે વધુ ર૪.૭પ લાખ ફાળવ્યા છે. તો દ્વારકાને અગાઉ ૪ર.૭૮ લાખ ફાળવ્યા હતાં તો ગઈકાલે ર૮.પર લાખ ફાળવાયા છે, જ્યારે ખંભાળિયા, સલાયા, ભાણવડ, જામરાવલનો સમાવેશ થયો નથી.
જામનગર જિલ્લામાં ચાર ન.પા.ઓ આવેલી છે તેમાં માત્ર બે નગરપાલિકાઓ જ આવી છે જેમાં ધ્રોળ નગરપાલિકાને અગાઉ ૧પ.૪૯ લાખ આ વખતે ૧૦.૩ર લાખ તથા જામજોધપુરમાં પ૮.પર લાખ અગાઉ તથા ગઈકાલે ૩૯.૦૧૯ લાખ ગ્રાન્ટ ફાળવાય છે. જ્યારે કાલાવડ, સિક્કાનો સમાવશ થયો નથી.
રાજ્ય સરકાર કરવેરા વસૂલાતની કામગીરીને પ્રોત્સાહન મળે તે માટે મોટી વેરા વસૂલાત કરનારી પાલિકાઓને વિશેષ રૂપે ગ્રાન્ટો ફાળવીને તેમને વેરા વસૂલાત વધારવા પ્રોત્સાહન આપે છે.