Tuesday, April 22, 2025

હળવદમાં સોમવતી અમાસની ઉજવણી કરાઇ: ॐ નમ:શિવાયના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા

Advertisement
Advertisement
Advertisement

(ભવિષ જોષી દ્વારા) હળવદ તાલુકામાં શ્રદ્ધા અને આસ્થા પૂર્વક ભક્તિભાવ સાથે શ્રાવણ મહિનાની સોમવતી અમાસની ઉજવણી કરવામાં આવી હતી. સોમવતી અમાસના દિવસે વહેલી સવારથી શહેરમાં આવેલ શરણેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, જાડેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ભવાની ભૂતેશ્વર મહાદેવ, કાશીવિશ્વનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, ગૌલોકેશ્વર મહાદેવ, સહિતના શિવાલયોમાં ભક્તિપૂર્વક શ્રાવણ મહિનાની પુર્ણાહુતી થતાં ધાર્મિક કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ હોય શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી સોમવતી અમાસ હોવાથી શિવાલયોમાં ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા. અને પરંપરાગત યથાશક્તિ પૂજા-અર્ચન દાન નો પ્રવાહ શ્રદ્ધાળુએ વહાવ્યો હતો. સાથે સાથે અમાસ હોવાથી પિતૃને પીપળે પાણી રેડીયુ હતું. સાથે સાથે શિવાલયોમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવતી અમાસની હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ભક્તિ પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જોકે વર્ષોથી વૈજનાથ મહાદવે મંદિર ખાતે પરંપરાગત રીતે યોજાતો અમાવસ્ય લોકમેળો આ વર્ષે કોરોના મહામારીના કારણે બંધ રહ્યો હતો. જેથી શિવાલયોમાં ભાવી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW