હળવદ: હળવદનાં ટાઉન ટીકર રોડ જુની કોર્ટની પાછળ વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ હળવદનાં ટાઉન ટીકર રોડ જુની કોર્ટની પાછળ રસ્તા ઉપર જાહેરમાં વર્લી ફીચરના આંકડાનો જુગાર રમતો આરોપી વિજયભાઈ પ્રેમજીભાઈ મોરી (રહે. રેલ્વેસ્ટેશન રોડ દેના બેંક પાસે. તા. હળવદ) નેં રોકડ રકમ રૂ.૨૫૦ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.