
(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે મોરબી જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
હળવદ: કોરોનાની આફત આખા દેશ પર આવી ત્યારે કોરોના સામે પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર જે લોકોએ કોરોના સામે લડત આપી કોરોનાને મ્હાત આપી પોતાના જીવને જોખમમાં મુકી દરેક નાના મોટા લોકોની રાત-દિવસ સેવા કરી અને લોકોને કોઈ પણ મુશ્કેલી હોય ત્યારે સાથે ઊભા રહી તેમની સેવા કરી છે. તેવા કોરોના વોરિયર્સનું મોરબી જીલ્લા યુવા ભાજપ ગુજરાત પ્રદેશ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે અલગ અલગ સંસ્થાઓ કે જેને પોતે કોવિડ સેન્ટર ચાલુ કર્યા હતા. અને દર્દી નારાયણની સેવા કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તે દરેક સંસ્થા તેમજ મેડિકલ સ્ટાફ પેરા મેડિકલ સ્ટાફ દરેક ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ તેમજ યુવા પત્રકાર મિત્રોનું યુવા ભાજપ મોરબી જીલ્લા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, યુવા ભાજપ નેતા નરેશભાઈ દેસાઈ, યુવા અધ્યક્ષ મોરબી જીલ્લા ભાજપ વિશાલભાઈ ઘોડાસરા, બિપીનભાઈ દવે, મોરબી જિલ્લા યુવા મહામંત્રી તપનભાઇ દવે, એ.પી.એમ.સી ચેરમેન રણછોડભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ પટેલ, હળવદ શહેર ભાજપ પ્રમુખ કેતન ભાઈ દવે, હળવદ ભાજપ ટીમના સંદીપભાઈ પટેલ, રવી પટેલ, રમેશ ભગત, મેહુલભાઈ, અશોક પ્રજાપતિ, જતીન રાવલ તેમજ મહિલા મોરચામાં મંત્રી મોરબી જિલ્લા જશુબેન પટેલ તેમજ ભાજપના દરેક નાના મોટા કાર્યકર્તા ઓ હાજર રહીને પ્રસંગને સફળ બનાવ્યો હતો.


