Saturday, April 19, 2025

હળવદમાં જાહેર રોડ પર છરી તથા પિસ્તોલથી ફાયરીંગ કરી ખુનની કોશિષના ગુનામાં સંડોવાયેલા વધુ ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં જાહેર રોડ પર છરી તથા પિસ્તોલથી ફાયરીંગ કરી ખુનની કોશિષના ગુનામાં સંડોવાયેલા વધુ ઈસમો ઝડપાયા

હળવદ: હળવદ મામલતદાર કચેરી પાસે જાહેર રોડ ઉપર છરી તથા પિસ્તોલથી ફાયરીંગ કરી ખુનની કોશિષના ગુનામાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

બપોરના સમયે હળવદ મામલતદાર કચેરીના ગેટ પાસે, જાહેર રોડ ઉપર જાહેરમાં ફરીયાદી ઉપર આરોપીઓએ છરી તથા પિસ્તોલ બતાવી હથિયારથી હુમલો કરી ઇજાઓ કરેલ હોય તે અન્વયે હળવદ પોલીસ સ્ટેશનની ડિ-સ્ટાફની ટીમે આ ગંભીર ગુનામાં મદદગારીમાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપી મંગળસિંહ અનોપસિંહ પરમાર ઉ.વ.૩૬ રહે. નવા દેવળીયા ગામ, તા.હળવદ, વિજયભાઇ જયંતિભાઇ અઘારા ઉ.વ.૪૦ રહે. જુના દેવળીયા ગામ તા.હળવદ, ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો કરશનભાઇ ધામેચા ઉ.વ.૨૪ રહે. સુરવદર ગામ, તા. હળવદવાળાને ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,076

TRENDING NOW