હળવદમાં જીવન જ્યોત હોસ્પિટલ (દરબાર નાકા) ખાતે આયુષ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મા કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડના લાભાર્થીઓ માટે વિનામૂલ્યે ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
હળવદમાં આવેલ જીવનજ્યોત જનરલ હોસ્પિટલ ખાતે મોરબીના નિષ્ણાંત તબીબો દ્વારા માં કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડ ધારક દર્દીઓ માટે આવતીકાલે તા.20ને રવિવારના રોજ સવારે 10 થી બપોરે 1 સુધી વિનામૂલ્યે ઓપરેશન કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન (ઢીંચણના સાંધાના દુઃખાવાના ઓપરેશન), ઓર્થોસ્કોપી ઓપરેશન (સાંધાના જટિલ ઓપરેશન કે જે દૂરબીન દ્વારા વાઢ કાપ વગર થાય છે), હાડકાના વિવિધ ઓપરેશન, એપેન્ડિક્સ-સારણ ગાંઠ-હરસ મસા ભગંદર જેવા સર્જરીના ઓપરેશન, યુરો સર્જરીના ઓપરેશન (કિડની તથા પેશાબને લગતી સમસ્યાના ઓપરેશન), સ્ત્રી રોગને લગતા ઓપરેશન (ગર્ભાશયની કોથળી કાઢવાના ઓપરેશન) ઉપરોક્ત રોગ ધરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન તથા ઓપરેશન કેમ્પનું આયોજન કર્યું છે. અગાઉથી નામ નોંધવા માટે 9228108108 પર સંપર્ક કરવાનો રહેશે.