(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)
હળવદમાં વર્ષોથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા એવા તપનભાઈ દવેને તાજેતરમાં મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે નિમણૂંક થઈ છે. તપનભાઈ નાની ઉંમરથી જ ગૌસેવા માનવ સેવા અને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. અંધ અપંગ અશક્ત ગૌમાતાની સેવા કાર્યમાં નિમિત બની રહ્યા છે.
અનેક સ્વૈચ્છીક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી અને બ્લડની જરૂર છે. તેવા દર્દીઓ ની સેવા કરી રહ્યા છે. સાથે મોતિયાના દર્દીઓ માટે અનેક નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરી અનેક મોતિયાના દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન સહિતના નિદાન અને સારવાર કેમ્પનું આયોજન માં નિમિત બની રહ્યા છે. અને સરકારની આરોગ્યલક્ષી સેવાઓ સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ અંત સુધીના લોકોને મળે તે માટે કાર્યરત છે. અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કાર્ય કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અને જામનગરના પ્રભારી રહી ત્યારબાદ હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. અને હળવદ નગરપાલિકામાં ગુજરાતના સૌથી નાની વયના બિનહરીફ સભ્ય બનવાનું સૌભાગ્ય પણ તપનભાઈ મળેલ છે. અને નગરપાલિકાની મહત્વની એવી બાંધકામ સમિતિ સહિત વિવિધ સમિતિના ચેરમેન તરીકે સેવા બજાવી ચુક્યા છે. ત્યારે તાજેતરમાં જ તપનભાઈને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકેની જવાબદારી મળતા હળવદ તેમજ સમગ્ર ગુજરાતભરથી તેમના મિત્રો વડીલો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9727366100 પર અને સોસીયલ મીડિયાના વિવિધ માધ્યમોમાં પણ શુભેચ્છાઓ સૌ વરસાદ વરસાવી રહ્યા છે.