(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદ: વર્તમાન કોરોનાની મહામારી સમયે દરેક બ્લડ બેંકમાં બ્લડની અછત છે. ત્યારે હળવદમાં સ્વ.વિનોદભાઈ કાનજીભાઈ જોટાણીયાના સ્મરણાર્થે પાટીયા ગ્રુપ હળવદ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ, શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ, યુવા ભાજપ હળવદ અને હળવદની વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી મેગા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તિનંદન સ્વામી, તેમજ તેમના શિષ્યોએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં આશરે 250 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. જમા કરેલ રક્તનો ઉપયોગ થેલેસેમિયાના દર્દીઓ, હ્રદયરોગના દર્દીઓ, તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
હળવદમાં પાટીયા ગ્રુપ દ્વારા 1 વર્ષમાં 5મી વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં પાટીયા ગ્રુપના સભ્ય જયેશભાઈ પટેલ, ધર્મેશભાઇ શાહ, વિપુલભાઈ દવે દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી આકર્ષક ઇનામોની ભેટ આપવામાં આવી હતી. આ તકે પાટીયા ગ્રુપના સભ્યો, શરણેશ્વર મંડળના સભ્યો, ભક્તિનંદન સ્વામી, દીપકદાસજી મહારાજ, નવલભાઈ શુક્લ, ધર્મેશભાઇ જોષી, ઘનશ્યામભાઈ યાજ્ઞિક, બિપિનભાઈ દવે, તપનભાઈ દવે, ભાવેશભાઇ ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
