
મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે યુવાનો અને બહોળી સંખ્યામાં લોકો સાથે મોરબી જિલ્લાના ગ્રામ્ય સંરપંચો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
જેમાં હળવદ તાલુકાનાં પલાસણ ગામનાં સરપંચ જેસિંગભાઈ વેલાભાઈ વિઠ્ઠલાપરા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, હળવદ તાલુકા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા, હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી, હળવદ તાલુકા યુવા મોરચા પ્રમુખ ચંદુભાઈ મોરી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.
