(ભવિષ જોષી હળવદ): હળવદના ડુંગરપુર ગામના ઢોળા પાસે બોલેરો કારની હડફેટે બાઈકસવારનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ બોલેરો કાર ચાલક સામે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ગત તા.૩૦ ઓગસ્ટના રોજ ડુંગરપુર ગામના ઢોળા પાસે જાહેર રોડ ઉપર આરોપી બોલેરા નં.GJ36-T-7943 ના ચાલકે પોતાની બોલેરો બેદરકારી પુર્વક ચલાવી વિરમના મોટર સાયકલ નં.GJ03-AF-3602 સાથે અથડાવ્યું હતું. જેથી વિરમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તેનું મોત નિપજ્યું હતું. જ્યારે બોલેરો ચાલક ત્યાંથી નાશી છુટ્યો હતો. આ બનાવ અંગે મૃતક વિરમના પિતા હરેશભાઈ મનજીભાઈ સારલા (રહે.શિવપુર નભાભાઇ પટેલની વાડીએ તા.હળવદ)એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.