મોરબીમાં કોરોના બેકાબૂ બન્યો છે. ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ વ્યાપક પ્રમાણમાં કોરોના કેશ સામે આવી રહ્યા છે. જેને લઇને ગ્રામ્ય વિસ્તારની પંચાયતો દ્વારા સંક્રમણ અટકે તે માટે તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે હળવદ તાલુકાના ચરાડવા ગામે ગ્રામ પંચાયત દ્વારા 10 દિવસનુ આંશિક લોકડાઉન જાહેર કર્યું છે.
ચરાડવા ગ્રામ પંચાયત ખાતે કોરોનો વાઇરસના સંક્રમણ અટકાવવા માટે ચરાડવા ગામના આગેવાનો તથા વેપારીઓ, શાકભાજીવાળા, ખાણીપીણીવાળા અન્ય ધંધાર્થીઓની હાજરીમાં મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે ગામમાં તા.11 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ગામમાં બપોરે 2 વાગ્યા બાદ તમામ રોજગાર ધંધા બંધ રાખવાના રહેશે. શાકભાજી વાળાએ પણ બપોરે 2 વાગ્યા સુધી જ માર્કેટમાં શાકભાજી વેચી શકશે. તેમજ દૂધ અનાજ દળવાની ઘંટી તથા દવાની દુકાનો દિવસ દરમિયાન ખુલ્લી રહેશે.
આંશિક લોકડાઉન માટે ગ્રામ પંચાયત દ્વારા એક કમિટી પણ બનાવવામા આવી છે. જેમાં લાભુભાઇ પટેલ, વિઠલભાઇ ચાવડા, ઘનશ્યામભાઈ સોનગરા, માવજીભાઇ માકસણા, ભરતભાઈ ભરવાડ, જયેશભાઈ સોનગરા, વલમજી ભાઈ પટેલ, બળદેવ સોનગરા, દિલીપસિહ પઢિયાર તથા ગામના , પ્રવીણભાઈ સોનગરાએ ગ્રામજનોને અપીલ પણ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયત દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સહકાર આપવા જણાવાયું છે.