હળવદ પોલીસ ઇન્સ્પેકટર પી.એ દેકાવાડીયા નાઓએ આયોજન કરી પ્રોહીબીશન/જુગારની કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પો.હેડ.કોન્સ અરવિંદભાઇ માવજીભાઇ ઝાપડીયા તથા પો.કોન્સ.મનસુખભાઇ રવજીભાઇ ચાવડા તથા પો.કોન્સ.ઉપેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પરમાર એ રીતેના બધા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમા હતા.
તે દરમ્યાન સાથેના પો.કોન્સ મનસુખભાઇ રવજીભાઇ ચાવડા તથા પો.કોન્સ.ઉપેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પરમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી દિનેશભાઇ કાનજીભાઇ કોળી (રહે.હાલ ગામ ચરાડવા રાજલનગર, સોનાભાઇ વશરામભાઇ ચૌહાણના ભાડાના મકાનમાં તા.હળવદ જી.મોરબી) વાળાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાન માથી અંગત વેચાણ કરવાના ઇરાદે ગેરકાયદેસ રીતે પોતાના કબ્જા ભોગવટાવાળા રહેર્ણાક મકાનમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૮૮ કી.રૂ ૨૬૪૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા તેના વિરુધ્ધમાં હળવદ પોલીસ સ્ટેશન પ્રોહિબીશન એકટ કલમ ૬૬(૧)બી, ૬૫ એ ઇ,૧૧૬ બી મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.