હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૬૮ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે પકડી પાડેલ છે. અન્ય આરોપી નાશી છુટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદનાં ગોલાસણ ગામે રહેતો આરોપી જયેશ ઉર્ફે બુટીયો બહાદુરભાઈ રાતૈયાના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૬૮ (કીં.રૂ. ૫૦,૪૦૦) નાં મુદામાલ સાથે પોલીસે રેઇડ કરી પકડી પાડેલ છે. જ્યારે અન્ય એક ઈસમ અજય રૂડાભાઈ (રહે. ગામ.માથક) નું ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.