(અહેવાલ: ભવિષ જોષી-હળવદ)
હળવદ: હાલ જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે. અને ઓક્સિજન વગર ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. અને આવા સમયે જ્યારે ઓક્સિજન ની અછત સર્જાતી હોય છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર સામે લડવા ગુજરાત સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. અને હળવદ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયાની અનેક રજૂઆતોને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી અને આખરે હળવદ સિવિલ હોસ્પિટલ ને ૨૫૦ એલ પી એમની ક્ષમતા ધરાવતો ઓક્સિજન પ્લાન્ટ ફાળવવામાં આવ્યો છે.
જેનાથી આશરે દરરોજ ૫૦ બોટલ જેટલો ઓક્સિજન જનરેટ થઈ સક્સે. આખરે ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયાની મહેનત રંગ લાવી હતી. પ્રજા પ્રત્યે સહાનુભૂતિ ભર્યું વલણ દાખવતા ધારાસભ્યની રજૂઆતને સરકાર દ્વારા સ્વીકારવામાં આવી અને હળવદ સિવિલ હોસ્પિટલને ઓક્સિજન ફાળવવામાં આવ્યો હતો. હાલ હળવદ સિવિલ હોસ્પિટલમાં ૧૮ બેડની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલમાં હાલ ઓક્સિજન સાથે સંપુર્ણ રીતે તમામ જરૂરિયાતો પૂરી કરવામાં આવી છે. અને આગામી ત્રીજી લહેર માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
