(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)
મોરબી જિલ્લામાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ત્યારે હળવદમાં પણ પાંચ દિવસ લોકડાઉન કરવાનો નિર્ણયને પ્રથમ દિવસે જ પ્રતિસાદ મળ્યો હતો.
હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પાંચ દિવસ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આજે પ્રથમ દિવસે હળવદના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વૈછિક બંધ રાખી કોરોના ને હરાવવા નેમ લીધી છે. જે બદલ હળવદના વેપારીઓ નગરજનો ધાર્મિક સામાજિક આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.