Tuesday, April 22, 2025

હળવદ વાસીઓ માટે આનંદની ઘડી: દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનના રૂટમાં હળવદને સ્ટોપેજ મળ્યું

Advertisement
Advertisement
Advertisement

હળવદ વાસીઓ માટે આનંદની ઘડી: દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનના રૂટમાં હળવદને સ્ટોપેજ મળ્યું

*આવો હળવદની ભૂમિ પર આવકારીએ દેશ ની સૌથી પહેલી અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ વંદે ભારત મેટ્રો ટ્રેનને*

*ટ્રેનને આવકારવા શુભારંભ પ્રસંગનું આયોજન જેમાં દેશના વડાપ્રધાનશ્રી કરશે લાઈવ સંબોધન; કાર્યક્રમમાં પધારવા હળવદ તાલુકાની જાહેર જનતાને આમંત્રણ*

હળવદ તાલુકાની જનતા માટે છાતી ગજ ગજ ફૂલાઈ જાય એવા ગર્વ અને આનંદના સમાચાર છે કે, આગામી 16 તારીખ ને સોમવારના રોજ સાંજે 6 કલાકે દેશની સૌપ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન એવી ભુજ – અમદાવાદ વંદે ભારત મેટ્રો ટ્રેન જેનો સ્ટોપેજ હળવદ રેલવે સ્ટેશન ખાતે થશે ત્યારે આ વંદે મેટ્રો ટ્રેનને હળવદની આ કંકુવરણી ઐતિહાસિક ભૂમિ પર આવકારવા માટે ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી લાઈવ સંબોધન કરશે અને સ્થાનિક સાંસદ સભ્યશ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા અને જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રણછોડભાઈ દલવાડી સહિત રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહી અને ટ્રેનને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવશે.

આ ટ્રેનમાં પ્રથમ દિવસે મુસાફરી કરવી તદ્દન નિઃશુલ્ક રહેશે જેથી આ ટ્રેન અંદર થી કેવી છે તે પણ રૂબરૂ નિહાળી શક્શે. ત્યારે હળવદ તાલુકાની જાહેર જનતા ને આ કાર્યક્રમ માં પધારવા હળવદ રેલવે સ્ટેશન પરિવાર અને અમદાવાદ રેલ્વે ડિવિઝન તરફથી ભાવભર્યુ જાહેર આમંત્રણ છે. આ મેટ્રો ટ્રેન સપ્તાહ માં ૬ દિવસ ચાલશે તો આ અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ મેટ્રો ટ્રેનનો લાભ લેવા પણ હળવદ તથા મોરબી જિલ્લાની જાહેર જનતા ને આહવાન કરવામાં આવે છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW