હળવદ માળીયા હાઈવે રોડ ઉપર રોડ ક્રોસ કરતા યુવકનું કાર હડફેટે મોત થયાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતકના બનેવીએ કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ભરતભાઈ મગનભાઈ અઘારા (ઉ.વ.૩૭ રહે.ગામ-જુના દેવળીયા તા.હળવદ) એ એક અજાણ્યો ફોરવ્હીલ ગાડીનો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા ૧૩ ના રોજ સાંજે સાતેક વાગ્યાના સમયે એક અજાણ્યા ફોરવ્હીલ ગાડીના ચાલકે પોતાના હવાલાવાળી ફોરવ્હીલ કાર પુરઝડપે અને બેદરકારી પુર્વક ચલાવી હળવદ માળીયા હાઈવે રોડ ઉપર પરીક્ષીત કારખાનાની સામે માળીયા તરફથી આવી ફરિયાદીના સાળા શીવુભા રતુભા પરમાર પગે ચાલી રોડ ક્રોસ કરવા જતા આ ફોરવ્હીલ કાર ચાલકે ફરીયાદીના સાળાને ટક્કર મારી રોડ ઉપર પાડી દઈ માથાના પાછળના ભાગે તથા કપાળે તથા શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.