હળવદ માળીયા હાઈવે પર આવેલ નવા ધનાળા ગામના પાટીયા નજીક આગળ જતા ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા કારચાલકનું મોત નીપજ્યું હતું જયારે બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.
હળવદ માળીયા હાઈવે પર આવેલ નવા ધનાળા ગામના પાટીયા નજીક જીજે-12 એવાય-7859 ના ચાલક મહેશભાઈ મહાવિરભાઈ વિશ્વકર્માએ પોતાની મહિન્દ્રા જીનીઓ કાર બેફિકરાઈથી ચલાવીને આગળ જતાં અજાણ્યા ટ્રેલરની પાછળ ભટકાડતા ચાલક મહેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે આ અકસ્માતમાં ફરિયાદી મોહરસિંઘ બિહારીલાલ અહિરપાલ (રહે. ગાંધીધામ) અને અન્ય એક વ્યક્તિ ચંદનભાઈને ઈજાઓ પહોંચી હતી જેથી આ બનાવ અંગે મોહરસિંઘ અહિરપાલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.