હળવદ માળીયા હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માત; ચાર થી પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત
હળવદ: હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નવા ધનાળા ગામના પાટીયા પહેલા લીવેન્ટા કારખાનાની સામે રોડ ઉપર ટ્રક પાછળ એસટી બસ ઘુસી જતા કંડકટર સહિત ચારથી પાંચ પેસેન્જર ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના સામરખા ગામે રહેતા અને એસટી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મનુભાઈ હોઈએ આરોપી ટ્રક ટેન્કર રજીસ્ટર નંબર -જીજે-૧૨-બીવાય-૮૮૭૫ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ટ્રક ટેન્કર રજીસ્ટર નંબર GJ-12-BY-8875ના ચાલકે પોતાના હવાલા વાળુ ટ્રક ટેન્કર ભયજનક રીતે બંધ પાર્કીગ લાઇટે અને રોડ ઉપર કોઇ આડશ કે કોઇ રેડીયમ વાળા સુચી સીગ્નલ વગર રોડ ઉપર રાત્રીના સમયે રાખી એસ.ટી. બસ રજીસ્ટર નંબર GJ-18-Z-9509 વાળી સાથે અકસ્માત કરતા સાહેદ કંન્ડકટર ભરતકુમાર છનાભાઇ પટેલને કપાળના ભાગે સામાન્ય ઇજા તથા ચાર-પાંચ પેસેન્જરને સામાન્ય ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.