Thursday, April 24, 2025

હળવદ: માથક ગામે જુની અદવતમા યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી

Advertisement
Advertisement
Advertisement

હળવદ: હળવદ તાલુકાના માથક ગામે જુની અદવતમા યુવકને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા વિષ્ણુભાઈ માયાભાઈ દેકાવડીયા (ઉ.વ.૨૪)એ વિજયભાઈ ઉર્ફે અંકલો ભુપતભાઇ (રહે.માથક ગામ.તા.હળવદ) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં આરોપી વિજયભાઈને ફરીયાદી વિષ્ણુભાઈ સાથે જુની અદાવત હોય જેનો ખાર રાખી ફરીયાદી પોતાનું ડમ્પર વાહન લઇને પોતાના ઘર તરફ જતાં હોય તે વખતે આરોપી તેનું બાઈક લઈ ફરીયાદીના ડમ્પર આગળ ઊભું રાખી ફરીયાદી ને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ફરીયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,294

TRENDING NOW