હળવદ ના ટીકર ફાટક નજીકથી કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ ટીકર ફાટક પાસેથી પોલો ગાડી રજીસ્ટર નંબર -GJ-05-JH-1741 વાળીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી વાહન મુદામાલ સહિત કુલ કિં.રૂ.૨,૩૭,૯૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપી નવઘણભાઈ ભીમજીભાઈ સનુરા ઉ.વ.૨૦ રહે. જુના ઘાંટીલા તા.માળીયા મી., કલ્પેશભાઈ હસમુખભાઈ પરમાર ઉ.વ.૧૯ રહે. બસ સ્ટેન્ડ પાછળ હળવદ તા. હળવદવાળાને ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
