હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી પાડીને હળવદ પોલીસને હવાલે કર્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે, હળવદ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી પપ્પુ ઉર્ફે રાધે ઉર્ફે કિશન નવઘણભાઈ રાતડીયા (રહે. મૂળ. ગાગોદર, તા. રાપર, જી. કચ્છ, હાલ. જેતપર, મોરબી) જેતપર નવાગામમાં હોવાની બાતમીના આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તપાસ કરી ત્યાંથી પપ્પુ રાતડીયાને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.