(અહેવાલ: ભવિષ જોષી-હળવદ)
હળવદ નગરપાલિકામાં તાજેતરમાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા અને નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પારેજીયા દ્વારા તત્કાલ એક સ્ટાફ કર્મચારીની મીટીંગ બોલવામાં આવી હતી. આ મીટીંગ દરમિયાન ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા પ્રમુખ રમેશ ભાઈ દ્વારા હળવદના આસામીઓ કે જે ઘણા વર્ષોથી વેરો ભરતા નથી અને દરેક સુવિધા માટે કાયમ પાલિકાને ફરિયાદો કરતા રહે છે. એવા બાકીદારો તેમજ જે લોકો ના નળ કનેક્શન ગેર કાયદેસર (ભુતિયા) છે. તેવા લોકો માટે હળવદ નગરપાલિકાએ આકરા પગલાં લીધા છે.

તે માટે પાલિકા દ્વારા વેરા વસુલાત ટીમની નિમણુંક તાત્કાલિક કરવામાં આવી છે. અને એ ટીમ દ્વારા ઘરે ઘરે વેરાના બિલો તેમજ જો નળ કનેક્શન ગેરકાયદેસર હોય તો તાત્કાલિક તેમના ઘરે જ કાયદેસર કનેક્શન કરવા માટે નગરપાલિકાની ટીમ દ્વારા પ્રક્રિયા કરી આપવામાં આવે છે. તેમજ જો કોઈ લોકો વેરો ભરપાઈ કરવાની કે કનેક્શન ને રેગ્યુલર કરવાની ના પાડશે તો નગરપાલિકા દ્વારા તાત્કાલિક અશરથી તેઓ સામે દંડ મની તેમજ અન્ય કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
