મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમા ખાનગીરાહે બાતમી મળેલકે, હળવદ પોલીસ સ્ટેશનમાં અકસ્માતના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી સતેન્દ્ર જયરામ યાદવ રહે. પટખૌલી ઘુધર આર એસ મહારાજગંજ (યુ.પી) વાળો હાલે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામ ખાતે આવેલ હોવાની બાતમી મળતા તુરંત જ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા અકસ્માના ગુન્હામાં નાસતો ફરતો આરોપી સતેન્દ્ર જયરામ યાદવ ઉ.વ.૨૬ રહે. પટખૌલી ઘુઘર આર એસ મહારાજગંજ (યુ.પી) વાળો જોલવા ગામ ઓમ શકિત પ્રા.લી કંપની ખાતેથી મળી આવતા આરોપીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી બી.એન.એન.એસ. કલમ ૩૫(૨)જે અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.