હળવદ તાલુકાના મેરૂપર ગામની સીમમાં આવેલ કેનાલમાંથી વધુ બે ઈલેક્ટ્રીક મોટરની ચોરી થઇ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતા અનીલભાઈ રમેશભાઈ સરાવાડીયા (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦/૦૪/૨૦૨૪ ના સાંજના આઠેક વાગ્યાથી તા.૦૧/૦૫/૨૦૨૪ સવારના સાતેક વાગ્યા દરમ્યાન ફરીયાદી તથા સાહેદની મેરૂપર ગામની સીમમાં આવેલ કેનાલમાં રાખેલ ઈલેક્ટ્રીક મોટરો નંગ -૦૨ કુલ કિં રૂ.૧૦,૦૦૦ ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર અનિલભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
