હળવદ તાલુકાના માથક ગામે રહેતા શક્તિસિંહ રાજુભાઇ ગોહિલ (ઉ.વ.૨૦) એ આરોપી સુરેશભાઈ ઘોઘજીભાઈ જેતપરા, રવિભાઈ રણછોડભાઈ સડાણીયા, રણછોડભાઈ પોપટભાઈ સડાણીયા, બાબુભાઈ પોપટભાઈ સડાણીયા રહે. બધા માથક ગામે તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના નાના ભાઈ નીખીલ ફરીયાદીના ગામના આરોપી સુરેશભાઈની અવારનવાર મજાક કરતો હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ છરી, ધોકા પાઈપ લાઈન આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો તથા લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.