તા.૧૪/૧૧/૨૦૨૪ નાં રોજ ભુસ્તરશાત્રી,મોરબી દ્વારા આકસ્મિક તપાસ(રેડ) કરી મોજે.મયુરનગર, તા.હળવદ ખાતે પસાર થતી બ્રાહ્મણી નદી પાસે એક જેસીબી કંપનીના એક્સકેવેટર મશીનને સાદી રેતી ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડી પાડેલ છે.
ખોદકામ કરાવનાર ઈસમની તપાસ કરતાં આ ખોદકામ એક્સકેવેટર મશીનનાં માલિક અશ્વિનભાઈ પ્રભુભાઈ ડાંગર રહે.મિયાણી તા. હળવદ દ્વારા કરાવતા હોવાનું માલુમ પડેલ. એકસકેવેટર મશીનને ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન હળવદ ખાતે મૂકાવી આગળની નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરેલ છે.`