Tuesday, April 22, 2025

હળવદના જુના વેગડવાવ ગામે આમ આદમી પાર્ટીમાં 110 લોકો જોડાયા

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: સુરેશ સોનગરા હળવદ)

હળવદ: આમ આદમી પાર્ટીની વિચાર ધારાથી પ્રેરાયને ભાજપ અને કોંગ્રેસ છોડીને ૧૧૦ થી વધુ સંખ્યામાં યુવાનો વડીલો આમ આદમી પાર્ટી હળવદ સાથે જોડાયા હતા. અને આવનારા સમયમાં પાર્ટી સાથે ખડે પગે કોઈ પણ સંજોગોમાં ઊભા રેહશુ અને પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે પૂરો સહકાર આપશું એવી બાયેંધરી ગામ લોકોએ આપી હતી.

આવનારા સમયમાં આમ આદમી પાર્ટી સાથે વધુમાં વધુ લોકો પાર્ટી સાથે જોડાશે. આ તકે હળવદ તાલુકા મહામંત્રી વિપુલભાઈ રબારી,તાલુકા યુવા પ્રમુખ હિતેશભાઈ વરમારા,શહેર પ્રમુખ હિમાંશુભાઈ રાવલ, ઉપપ્રમુખ અનિલભાઈ પાડલીયા,મંત્રી રાજેશભાઈ રબારી, જયદીપભાઈ થડોદા, અરવિંદભાઈ આદ્રોજા, વિશાલ વારમોરા, દિલીપભાઈ વામજા, કે.ડી.ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW