ગુજરાત રાજ્યમાં પોલીસની સાથે સાથે હોમગાર્ડના જવાનો પણ પ્રજાની સુરક્ષા માટે પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે હોમગાર્ડ જવાનોની કેડરની સ્થાપના 6 ડિસેમ્બર 1947 નો રોજ કરવામાં આવી હતી.
હળવદના psi તેમજ હોમગાર્ડ જોવાનોને પાટિયા ગ્રુપ દ્વારા સેવા સન્માન માટે પીએસઆઇ આંબરીયા સાહેબ, હોમગાર્ડ કમાન્ડર શ્રી જગદીશભાઈ ચાવડા, શ્રી શૈલેષભાઇ સાધુ દ્વારા હોમગાર્ડ જવાનોને સન્માનિત કરેલ હતા. આ કાર્યક્રમ દરમિયાન પીએસઆઇ શ્રી આંબરીયા સાહેબને સાલ ઓઢાડી નૅ સન્માનિત કરેલ હતા.
આ કાર્યક્રમને અંતે જગદીશભાઈ ચાવડા અને શૈલેષભાઈ સાધુએ આભાર વ્યક્ત કરેલો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી શૈલેષભાઈ સાધુ (એન. સી.ઓ ), શ્રી દિનેશભાઈ દલવાડી, શ્રી દલવાડી સાહેબ, શ્રી જાની સાહેબ અને શ્રી ધીરુભાઈ પ્રજાપતિ હતા.
હળવદના હોમગાર્ડ જવાનો હોય સ્થાપના દિવસની ઉજવણી સાફ-સફાઈ કરીને કરી હતી તે બદલ સમગ્ર હોમગાર્ડ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન