હળવદમાં વસંત પાર્ક સરા ચોકડી પાસે રીક્ષામાં બેઠેલ ફરિયાદીના ખિસ્સા માંથી ઉલટી નું બહાનું કરી ફરિયાદીની નજર ચૂકવી ૨૦ હજાર રૂપિયા ફેરવી લીધા હોય ત્યારે આ બાબતે હાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદમાં વસંત પાર્ક સરા ચોકડી પાસે રહેતા મહિપતરામ ભવાનીશંકર રાવલ (ઉ.વ.૭૯) એ આરોપી એક સી.એન.જી.રીક્ષા ચાલક તથા તેની સાથેનો એક અજાણ્યો પુરુષ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોસ્ટ ઓફિસમાંથી પૈસા ઉપાડી રોડ ઉપર ઉભા હોય તે દરમ્યાન અજાણ્યા સી.એન.જી રીક્ષા ચાલક તથા તેમા બેઠેલ અજાણ્યા ઈસમએ ફરીયાદીને રીક્ષામા બેસાડી ઉલ્ટીનુ બહાનુ કરી ફરીયાદીની નઝર ચુકવી ફરીયાદીના લેંઘાના ખીસ્સામાથી રોકડ રૂ.૨૦,૦૦૦/-ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.