Tuesday, April 22, 2025

હડમતીયા ગામની સુપ્રસિદ્ધ મેઘવાળ સમાજના આસ્થાનું કેન્દ્ર “આપા પાલણપીર” જગ્યાની મુલાકાત લેતા રાજ્યના માર્ગ-મકાન, વાહન વ્યવહાર અને પ્રવાસન વિભાગ તેમજ પશુપાલન ગૌસંવર્ધન મંત્રીઓ

Advertisement
Advertisement
Advertisement

હડમતીયા ગામની સુપ્રસિદ્ધ મેઘવાળ સમાજના આસ્થાનું કેન્દ્ર “આપા પાલણપીર” જગ્યાની મુલાકાત લેતા રાજ્યના માર્ગ-મકાન, વાહન વ્યવહાર અને પ્રવાસન વિભાગ તેમજ પશુપાલન ગૌસંવર્ધન મંત્રીશ્રીઓ

ટંકારાના નવનિર્મિત બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવા આવેલ રાજ્યનાં માર્ગ-મકાન વિભાગના મંત્રીશ્રી પુર્ણેશ મોદી સાહેબ, રાજ્યના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી દેવાભાઈ પુંજાભાઈ માલમ, મોરબી જીલ્લા પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા આરોગ્ય ચેરમેન હિરાલાલ ટમારીયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખશ્રી કિરીટ અંદરપા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુષ્પાબેનના પતિ પ્રભુભાઈ કામરીયા, હડમતિયા ગામના નવનિયુક્ત સરપંચ શ્રીમતી સોનલબેન રાણસરીયા ના પતિ પંકજભાઈ રાણસરીયાએ મેઘવાળ સમાજનું આસ્થાનું કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ પાલણપીર જગ્યાની મુલાકાત લઈ દર્શન કર્યા હતા આ પ્રસંગે મેઘવાળ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી પુર્ણેશ મોદી સાહેબ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી માલમ સાહેબ, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાનું ફુલહાર અને સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુપ્રસિદ્ધ ધાર્મિક પાલણપીરધામ જગ્યાની મુલાકાત થતી હોય તે વેળાએ મંત્રીશ્રી પુર્ણેશ મોદી સાહેબ પાલણપીરનો ઈતિહાસ જાણવા ઉત્સુક હોય તેમ જગ્યાના ગાદીપતિ અને આગેવાનો દ્વારા જીણવટ ભર્યો ઈતિહાસ જણાવ્યો હતો અને વધું જગ્યાનો વિકાસ થાય તે બાબતે અને તાજેતરમાં જ મંજુર થયેલ જગ્યાની બાજુમાંથી જ પસાર થતો સ્ટેટ હાઈવે રોડ તત્કાલીન નવનિયુક્ત અને ગુણવત્તા યુક્ત બને તેવી ગામ આગેવાનોએ રજુઆત કરી હતી

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW