મોરબી: ભારત દેશના 75 માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહિલાઓના ઉઠથાન માટે કામ કરતી મોરબી ની વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા ગંગાસ્વરૂપ સહાય સમિતિના સહયોગ થી જરૂરતમંદ મહિલાઓ ને ઘેરબેઠા રોજીરોટી મળે તેવા હેતુસર નજીવી ફી લઇ સિલાય કામ શીખડાવવા માટે આજ રોજ વાત્સલ્ય સીવણ કલાસ શરૂ કરવામાં આવ્યો હતો.
આ કલાસ ગંગાસ્વરૂપ સહાય સમિતિના સહયોગથી શરૂ કરવામાં આવેલ છે. ગંગાસ્વરૂપ સમિતિ દ્વારા અત્યાર સુધીમાં શિક્ષણની સહાય તેમજ ગરીબ દીકરીના લગ્ન, આદિવાસી સમાજના ઉત્થાન માટેના અનેક કાર્યો અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે. જેમાં સીવણ ક્લાસ શરૂ કરી મદદરૂપ થવા માટે આજરોજ આ છઠ્ઠા સીવણ ક્લાસ ને પોતાનો સહયોગ આપેલ છે.
વાત્સલ્ય સીવણ ક્લાસમાં હાલ 20 મહિલાઓ દ્વારા નામ નોંધણી કરાવવામાં આવી છે. આ પ્રસંગે ગંગાસ્વરૂપ સહાય સમિતિ ના દાતા દેવકરણભાઈ આદ્રોજા તેમજ તેમના ધર્મપત્ની અને બાલુભાઇ કડીવાર આ સમિતિના સદસ્ય ઉપસ્થિત રહેલ. વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં શિક્ષણમાં આરોગ્યમાં તેમજ ગરીબ દીકરીઓના સમૂહ લગ્નમાં કાર્ય કરેલ છે. ત્યારે હવે મહિલાઓને ઘર બેઠા રોજગારી આપવા માટે આ શુભ કાર્ય શરૂ કરેલ છે.

