*ત્રિદિવસિય વિમેન્સલેધર ક્રિકેટ ટુર્નામેન્ટ નવાનાગડાવાસ* નાં ગ્રીનરી મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રિ દિવસીય વુમન્સ લેધર ક્રિકેટ ટુર્નામેન્ટનું સ્વ. અનોપસિંહજી પ્રાગજી વાઘેલાનિ સ્મૃતિ રૂપે રમાઈ ગઈ. જેમાં શિવમ xi,ડી સ્ટ્રા્યકર્સ xi, HV xi વચ્ચે જોરદાર મુકાબલાઓ ચાલ્યા. સારા પ્રદર્શનને કારણે Hv xi તથા ડી સ્ટ્રાયકર્સ વચ્ચે રસાકસી ભર્યા જોરદાર ફાઇનલ મુકાબલામાં ડી સ્ટ્રાયકર્સ વિજેતા બની હતી.ફાઇનલમાં પ્લેયર ઓફ ઘી મેચ મિલોની જીવાણી બની હતી. સમગ્ર સિરીઝમા પ્લેયર ઓફ ઘી સિરીઝ ઓલરાઉન્ડર એવોર્ડ આયુષી પટેલ બની હતી. બેસ્ટ બૉલર એવોર્ડ રાબીયા સમા તેમજ બેસ્ટ બેટર અને બેસ્ટ ફિલ્ડર એવોર્ડ મિલોની જીવાણી બની હતી.એવોર્ડ સેરેમની ને અંતે પ્લેયરસ પાસે અભિપ્રાયો પૂછતાં એક સ્વરે ગ્રાઉન્ડમાં ઉપલબ્ધ રહેવા, જમવા, શુદ્ધ પાણી, ફૂડ મહોલ્લા, પ્રાકૃતિક વાતાવરણના, ગ્રાઉન્ડ સ્ટાફ નાં ખૂબ સારા અભિપ્રાયો મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સતત ડે અને નાઈટ ટુર્નામેન્ટમાં બીઝિ રહેતા આ ગ્રાઉન્ડમાં લેધર અને ટેનિસ ક્રિકેટ સતત વિદ્યાર્થીઓ, શિક્ષકો, લીગ મેચો, ઓક્શન વાળી તેમજ સમગ્ર સમાજની ટુર્નામેન્ટો ચાલુજ રહેતી હોય છે.
