સો ઓરડી વિસ્તારમાં પકડાયેલ લાખોના દારૂ પ્રકરણનો છ માસ થી નાસતો ફરતો આરોપી ઝડપાયો.
મોરબી: મોરબીના લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનની ઓરડીઓ માંથી વિદેશીદારૂની બોટલો નંગ ૮૯૮૮ કિ.રૂ. ૪૦,૫૧,૮૦૦/-નો મુદામાલ પકડાયેલ જે ગુનામાં છએક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
ગત તા.૨૮/૦૯/૨૦૨૨ ના રોજ લીલાપર રાધે પાર્ટી પ્લોટની પાછળ, શીવ ગૌશાળા સંચાલીત ગીર ગાય ગૌશાળા એન્ડ ડેરીફાર્મની બાજુમાં આવેલ ગોડાઉનની ઓરડીઓમાંથી વિદેશી દારૂની બોટલો નંગ- ૮૯૮૮ કિ.રૂ. ૪૦,૫૧,૮૦૦/- ના મુદામાલ સાથે મિત વિજયભાઇ ચૌહાણ રહે. મોરબી વાળાને પકડેલ જે ગુનામાં દિપકસિંહ ખોડુભા વાઘેલા રહે. મોરબી તથા ચેતનસિંહ રવિન્દ્રસિંહ ચૌહાણ રહે. શનાળારોડ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, મોરબી તથા સોનારામ દુદારામ કડવાસરા જાટ રહે.બાડમેર, રાજસ્થાન વાળાઓને અટક કરવામાં આવેલ જે ગુનામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા રહે. લજાઇ તા.ટંકારા જી. મોરબી વાળાનુ નામ તપાસ દરમ્યાન ખુલવા પામેલ જેની તપાસ કરતા તે છેલ્લા છએક માસથી નાસતો ફરતો હોય જે આરોપી રવિરાજ ચોકડી ખાતે હોવાની હકિકત પેરોલ ફર્લો સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલને મળતા ઉપરોકત સ્થળે તપાસ કરતા આરોપી ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા દરબાર ઉ.વ. ૩૦ રહે. લજાઇ તા.ટંકારા જી. મોરબી વાળો મળી આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન સી-પાર્ટ પ્રોહીબીશન એકટ કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી), ૮૧,૮૩,૮૬, મુજબના ગુનાના કામે હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી હાથ ઘરેલ છે.