Tuesday, April 22, 2025

સુરતમાં વિદ્યાથીઓ સાથે પોલીસે કરેલી દાદાગીરી મામલે મોરબીમાં ABVP દ્વારા કલેક્ટરને રજુઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સુરત સ્થિત વિર નર્મદ યુનિવર્સિટી ખાતે કોલેજ સત્તાવાળાઓની સંપૂર્ણ સહમતીથી યોજાયેલા વિદ્યાથીઓ માટેના રાસ-ગરબાની પ્રોગ્રામમાં ઉમરા પોલીસની ટીમે આવી વિદ્યાથીઓ સાથે અત્યાચાર આચરી નિર્દોષ છાત્રોને બેરહેમીથી ફટકાર્યા હતા. આ અત્યાચારના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. આ મામલે મોરબીમાં પણ અખિલ ભારતીય વિદ્યાથી પરિષદ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

તેમણે લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સુરત ની ઘટના બની,જેમાં વીર નર્મદ યુનવર્સિટીમાં કુલપતિ ની મંજુરીથી એક દિવસ ગરબાનું આયોજન થયું હતું. જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ જ હાજર હતા. ત્યારે ત્યાં અચાનક પી.આઇ.કિરણ મોંદી અને અન્ય પોલીસ કર્મીઓ દારૂના નશામાં આવ્યા હોય તેમ વિધાર્થીઓ તેમજ બહેનોને ગાળો અને અપશબ્દો બોલીને દમનકારી વલણ અપનાવ્યું હતું.

જ્યારે વિદ્યાર્થીઓ તેમની સાથે સંવાદ કરવા ગયા તો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ૪ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને મારપીટ કરવામાં આવી હતી. આવી દમનકારી નીતિ અને સુરત પોલીસની ગુંડાગીરી ગૃહમંત્રીના ઘરે જ (સુરત) કરવામાં આવી હતી. આ મારપીટમાં સામાન્ય વિદ્યાર્થી ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના મંત્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ સહ મંત્રી વિર્તિબહેન શાહ ઉપરાંત અન્ય મહાનગર ના વિદ્યાર્થી કાર્યકર્તાઓ ને પણ ગંભીર ઇજા પહોચી છેઅને ૪ વિદ્યાર્થી ઓ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. જેને લઈને એ. બી.વી.પી.મોરબી દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. અને ૨૪ કલાકમાં જો આ જવાબદાર પોલીસ ગુંડાઓને ડીસમિસ કરવામાં નહિ આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW