Tuesday, April 22, 2025

સરવડનો યુવાન વ્યાજ ચક્ર માં સપડાયો : 10 લાખના 80 લાખ ચૂકવ્યા, છતાં પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

જિલ્લામાં વ્યાજખોરો બેફામ બન્યા છે, ત્યારે મુદ્દલ કરતા અનેક ઘણું વ્યાજ ચૂકવ્યા છતાં પણ હજુ પણ રૂપિયા આપવાના બાકી નીકળે તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં સામે આવ્યો છે જેમાં દસ લાખ રૂપિયા ઉછીના લીધા હોય અને 80 લાખ રૂપિયા ચૂકવ્યા હોવા છતાં પણ વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી. ત્યારે માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા 23 વર્ષીય યુવાને 10 લાખ રૂપિયા ઉછીના લીધા હોય ત્યારે આશરે 80 લાખ રૂપિયા જેટલા ચૂકવ્યા હોવા છતાં ત્રણ જેટલા આરોપીઓ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય ત્યારે આ બાબતે યુવાને પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામે રહેતા અવિભાઈ અમૃતભાઈ લોદરિયા ઉ.23 નામના યુવાને આરોપી વિરમ હમીરભાઈ કરોતરા, કિશન ઉર્ફે દુષ્યન્ત મહેશભાઈ અજાણા રહે. બન્ને શનાળા અને પ્રવીણ રબારી રહે.ખાનપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, છ મહિના પૂર્વે આરોપી વિરમ હમીરભાઈ કરોતરા, કિશન ઉર્ફે દુષ્યન્ત મહેશભાઈ અજાણા પાસેથી 5 – 5 લાખ 10 ટકા વ્યાજે લીધા બાદ 80 લાખ ચૂકવવા છતાં ત્રણેય આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી વોટ્સએપ કોલમાં ગાળો આપી વધુ પાંચ લાખ માંગી રહ્યા છે. બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW