Friday, April 18, 2025

સરકારી શાળા (મોડેલ સ્કૂલ – મોટીબરાર)નું શ્રેષ્ઠ પરિણામ

Advertisement
Advertisement
Advertisement

સરકારી શાળા (મોડેલ સ્કૂલ – મોટીબરાર)નું શ્રેષ્ઠ પરિણામ

મોડેલ સ્કૂલ – મોટીબરાર તા.માળિયા(મિ), જિ.મોરબી

આજ તારીખ ૦૯ મે ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨(વિ.પ્ર. અને સા.પ્ર.) નું પરિણામ ઓનલાઇન બોર્ડની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું. જેમાં મોડેલ સ્કૂલ મોટીબરાર નું સામાન્ય પ્રવાહ માં શાળાનું પરિણામ ૯૭.૦૫% પ્રાપ્ત કરેલ છે.પરીક્ષામાં કુલ ૩૪ વિદ્યાર્થી બેઠેલા એમાં થી કુલ ૩૩ વિદ્યાર્થી ઉતીર્ણ થયેલ છે. જેમાં A1 ગ્રેડ માં ૧ વિદ્યાર્થીની સવસેટા આશા એ.(PR 99.08) આવેલ છે, તેમજ A2 ગ્રેડ માં ૭ વિદ્યાર્થી ઝાલા ઉર્વશી જી.(PR 98.11), કરમુર આશા બી.(PR 94.83), વઘોરા રાધિકા એચ.(PR 94.19), બકુત્રા ક્રિષ્ના સી.(PR 92.46), હુંબલ અવની ડી.(92.08), ચાવડા પ્રિન્શી જી.(PR 91.69) અને હુંબલ ભૂમિકા ડી.(PR 90.69) પ્રાપ્ત કરી શાળાને અવ્વલે પહોચાડી છે. તેમજ વિજ્ઞાન પ્રવાહ માં શાળાનું પરિણામ ૬૬.૬૭% પ્રાપ્ત કરેલ છે. પરીક્ષામાં કુલ ૧૨ વિદ્યાર્થી બેઠેલા એમાંથી કુલ ૮ વિદ્યાર્થી ઉતીર્ણ થયેલ છે.જેમાં A2 ગ્રેડ માં ૧ વિદ્યાર્થી આવેલ છે. શાળામાં પ્રથમ નંબર પરમાર હિરાલી ડી.(PR 96.61 તથા ગુજકેટમાં 91.25), શાળામાં દ્રિતીય નંબર જાડેજા વિધીબા બી.(PR 84.34 તથા ગુજકેટમાં 81.25) અને શાળામાં તૃતિય નંબર વિલપરા પૂજા એ.(PR 78.61 તથા ગુજકેટમાં 55.00) મેળવી અને શાળા તથા પોતાના પરિવારનું નામ રોશન કરેલ છે. મોડેલ સ્કૂલ પરિવાર દરેક વિદ્યાર્થી ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે અને આગળ જીવનમાં ઉત્તોતર પ્રગતિ સાધી પરિવાર તથા ગામ અને શાળાનું નામની પ્રસિદ્ધિ હાંસલ કરે એવા આશીર્વચન આપે છે.

Related Articles

Total Website visit

1,502,051

TRENDING NOW