સનાતન હોટલની પહેલ: ‘ધ કેરલ સ્ટોરી’ નિ:શુલ્ક બતાવશે
(અહેવાલ: જયેશ બોખાણી)
લવ જેહાદ અને ધર્મ પરિવર્તનને ઉજાગર કરતી ફિલ્મ The Kerala story ને લઈને ગુજરાતભરમાં ફિલ્મને સમર્થન આપવામાં આવી રહ્યું છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હવે હરિયાણાની સરકારે ફિલ્મને ટેક્સ ફ્રી કરી દીધી છે. ત્યારે મોરબીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સાસંદ મોહનભાઈ કુંડારિયા સહિતનાએ વિદ્યાર્થીઓને ફિલ્મ નિ:શુલ્ક બતાવવા બીડું ઝડપ્યું છે. ત્યારે હવે નવલખી રોડ ઉપર બરવાળા ગામ નજીક આવેલ સનાતન હોટલ ખાતે આજે તા.11 ના રોજ રાત્રે 9 કલાકે મોટી સ્કિનમાં તમામ ભાઈઓ-બહેનો માટે ‘ધ કેરલા સ્ટોરી’ નિ:શુલ્ક બતાવવાની પહેલ કરવામાં આવી છે.