Tuesday, April 22, 2025

સદનસીબે જાનહાની ટળી ગઈ, ગોતા પાસે પસાર થતી સ્કૂલ બસમાં આગ લાગતા દોડધામ

Advertisement
Advertisement
Advertisement

અમદાવાદના ગોતા પાસેથી પસાર થતી સ્કૂલ બસમાં બુધવારે બપોરના સમયે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બસમાં આગ લાગતા ડ્રાઈવર સમયસૂચકતા વાપરીને બસમાંથી નીચે ઉતરી ગયા હતો.બસમાં આગ લાગવાનું ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી. આગને કારણે બસ ખાખ થઈ ગઈ હતી. સદનસીબે જાનહાની ટળી ગઈ હતી.

ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, બુધવારે બપોરે બે કલાકના સુમારે વસંતનગર ટાઉનશીપ ગોતા પાસેથી ચાર્ટડ સ્પીડ લિમિટેડ એજન્સીની મોનો સ્કૂલ બસ લઈ ડ્રાઈવર યોગેશભાઈ પસાર થઈ રહયા હતા એ સમયે બસમાં આગ લાગવાની ઘટના બની હતી.બસમાં આગ લાગતા ફાયર કંટ્રોલને જાણ કરવામા આવતા થલતેજ ફાયર સ્ટેશનથી ફાયરના બે વાહન સાથે ફાયરના અધિકારી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.જયાં આગ હોલવી હતી.જો કે બસ આગમાં ખાખ થઈ ગઈ હતી.ફાયરસૂત્રોના કહેવા મુજબ,બસમાં કોઈ બાળક નહતા.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW