શ્રી મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા 5મી જાન્યુઆરી 2025 ના રોજ 15 મો કર્મચારી સ્નેહ મિલન સમારોહ માતૃશ્રી રામબાઈમા ધામ વવાણીયા ખાતે યોજાયો હતો.
જેમાં મોરબી જિલ્લામાં વસતા તમામ આહીર કર્મચારીઓ પરિવાર સાથે બહોળી સંખ્યામાં જોડાયા. આ કાર્યક્રમમાં કે.જી.થી માંડીને ધોરણ 10 સુધીના તમામ બાળકો માટે વિવિધ દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમતમાં ભાગ લીધેલા તમામ બાળકોને મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ તેમજ માતૃશ્રી રામબાઈ માં મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ દ્વારિકા ખાતે મહાબાળ સંમેલન યોજાયું જેમાં મોરબી જિલ્લામાંથી ભાગ લીધેલા તમામ બાળકોને મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ તેમજ માતૃશ્રી રામબાઈ માં મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
માતૃશ્રી રામબાઈ માં ની જગ્યાના સંત શ્રી પ્રભુદાસ બાપુ તેમજ માતૃશ્રીરામબાઈ મા ની જગ્યાના પ્રમુખશ્રી જશુભાઈ હરિભાઈ રાઠોડ તથા મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પીઠાભાઈ ડાંગર તથા PGVCL ડેપ્યુટી એન્જિનિયર શ્રી નરસંગભાઈ હુંબલ તથા માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શર્મિલાબેન હુંબલ તથા મોરબી તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી અશ્વિનભાઈ રાઠોડ વગેરે ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખશ્રી દિનેશભાઈ હુંબલ તેમજ મંત્રીશ્રી મયુરભાઈ ગજીયા સાથે સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સ્વાગત પ્રવચન મયુરભાઈ ગજીયા દ્વારા કરવામાં આવ્યું હતું. અજયભાઈ ડાંગર દ્વારા મંડળની રૂપરેખાઓ પ્રગટ કરવામાં આવી હતી. માતૃશ્રી રામબાઈ મા ની જગ્યાના ટ્રસ્ટી એવા રાવતભાઈ કાનગડ દ્વારા માતૃશ્રી રામબાઈ માં ની જગ્યાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ચંદુભાઈ હુંબલ અને પીઠાભાઈ ડાંગર દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નીચે મુજબના દાતાશ્રીઓએ આર્થિક સહયોગ આપ્યો હતો.
1. શ્રી ચંદુભાઈ ઉગા ભાઈ હુંબલ આજીવન દાતા
2. શ્રી જીવણભાઈ સાધાભાઈ ડાંગર આજીવન દાતા
3. શ્રી અરવિંદભાઈ રવાભાઈ બોરીચા આજીવન દાતા
4. શ્રી નારણભાઈ સવજીભાઈ બાલસરા આજીવન દાતા
5. શ્રી ભરતભાઈ પરબતભાઈ મિયાત્રા આજીવન દાતા
6. શ્રી ધીરુભાઈ બચુભાઈ મિયાત્રા 2025 ના દાતા
7. શ્રી ભવાનભાઈ બીજલભાઇ બરારીયા 2025 ના દાતા
8. શ્રી ભગવાનજીભાઈ આઈદાનભાઈ કુંભારવાડીયા 2025 ના દાતા
9. શ્રી ભાનુભાઈ પોલાભાઈ બાલસરા 2025 ના દાતા
10. શ્રી વિજયભાઈ પોલાભાઈ કાનગઢ 2025 ના દાતા
11. શ્રી વિજયભાઈ લખમણભાઈ હુંબલ 2025 ના દાતા
12. શ્રી રમેશભાઈ ગોવિંદભાઈ હુંબલ 2025 ના દાતા
13. શ્રી મયુરભાઈ મોહનભાઈ ગજીયા 2025 ના દાતા
14. શ્રી અજયભાઈ મેરામભાઇ ડાંગર 2025 ના દાતા
15. શ્રી પરેશભાઈ ભલુભાઈ મિયાત્રા 2025 ના દાતા
16. શ્રી અમિતભાઈ મૂળુભાઈ ખાંભરા 2025 ના દાતા તરીકે આર્થિક યોગદાન આપ્યું હતું.તમામ દાતાશ્રીઓ ને શ્રી મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.તેમજ શ્રી મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા માતૃશ્રી રામબાઈ માં ની જગ્યામાં 85 હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું.શ્રી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના સહમંત્રી એવા રમેશભાઈ છૈયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તેમજ આ મંડળના સહમંત્રી એવા રાજેશભાઈ મંઢ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન કરવામાં આવ્યું હતું.