આરોગ્ય વિભાગના સહયોગથી અત્યાર સુધીમાં વધુ ૧૦૨૨ લોકોનું વેકસીનેશન કરાવી વેકસીનેશનની ૧૦૦% કામગીરી
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વેકસીનેશન ઝડપી બને તે માટે તંત્રની સાથે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપે સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારી નિભાવી છે..જેમાં મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અલ્પ વિકસીત વિસ્તારોમાં શ્રમિક વર્ગ, સફાઈ કામદારો રસી મુકાવે અને કોરોના સામે પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ કરી શકે તેવા ઉમદા હેતુથી પુનઃ રસીકરણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અત્યાર સુધીમાં ૧૦૨૨ લોકોનું સફળતા પૂર્વક વેકસીનેશન કરાયુ હતું અને આ સાથે આ વિસ્તારોમાં ૧૦૦% વેકસીનેશનની કામગીરી સંપૂર્ણ કરાવીને લોકોને કોરોનાથી રક્ષણ આપ્યું હતું.

મોરબી શહેરના શ્રમિક વિસ્તાર ગણાતા વણકરવાસ, વાલ્મિકી વાસ, રબારીવાસ સહિતના વિસ્તારોમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી રસીકરણ ઉત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય શાખા દ્વારા અત્યારસુધી માં આશરે ૧૧૦૦ જેટલા ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જેનો આ વિસ્તારના મજૂરી કરતા તેમજ સફાઈ કામદાર તેમજ તેમના પરિવાર ના લોકોએ લાભ લીધો હતો.

માનવસેવા માટે હરહંમેશ અગ્રેસર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને તેમની ટીમ દ્વારા રસીકરણ ઉત્સવ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ પણ વિશેષ હાજરી આપી હતી.
આ તકે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી હીરાભાઈ ટમારીયા, યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને વોર્ડ નંબર ૧૩ના કાઉન્સિલર ભાનુબેન નગવાડિયા, ભવિકભાઈ જારીયાએ હાજરી આપી રસીકરણ ઉત્સવનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો. રસીકરણ ઉત્સવ સફળ બનવ્યો હતો. આ રીતે આરોગ્ય તંત્ર અને જુદાજુદા અગ્રણીઓના સાથ સહકારથી યંગ ઇન્ડિયા ગ્રુપે શ્રમિક વિસ્તારના લોકોને કોરોના સામેની લડાઈમાં વેકસીનેશનથી તંદુરસ્ત બનાવ્યા છે.