Thursday, April 24, 2025

શેરબજારમાં રોકાણના નામે યુવક સાથે 85 લાખની છેતરપિંડી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના એસ.પી.રોડ પર સિલ્વર હાઇટસમા રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા ધર્મેન્દ્રભાઇ નાગજીભાઈ સુતરીયા (ઉ.વ.૪૩) આરોપી વોટ્સએપ ધારક અને બેન્ક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીને VIP 14 Surendra stock exchange group વોટ્સએપ ગ્રુપમાં એડડ જે ગ્રુપમાં એડમીનો દ્વારા શેરબજારમાં રીલેટેડ મેસેજ આવતા અને ટીપ્સ આપવામાં આવતી હતી ત્યારબાદ ફરીયાદીને શેરબજારમાં રોકાણ કરી વધુ નફો મેળવવા https://m.emceesing.com/ વાળી લિંક મોકલી ફરીયાદીને વેબ પર ડીમેઇટ એકાઉન્ટ ઓપન કરાવેલ અને ત્યારબાદ ફરીયાદીને યુ.એસ. સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ અને આઇ.પી.ઓ ભરવાનું કહી ફરીયાદીને શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરાવાના બહાને ફરીયાદી કુલ. રૂ. ૮૫,૪૨,૧૦૦ જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી આજદિન સુધી પરત નહી કરી ફરીયાદી સાથે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,268

TRENDING NOW