Tuesday, April 22, 2025

શહેરના મુખ્ય રસ્તા ઉપર આવેલાં ૭૪ ટ્રાફિક જંકશનને રુપિયા દસ કરોડના ખર્ચે ડેવલપ કરાશે

Advertisement
Advertisement
Advertisement

અમદાવાદ શહેરના વિવિધ મુખ્ય રસ્તા ઉપર આવેલા ૭૪ ટ્રાફિક જંકશનને રુપિયા દસ કરોડના ખર્ચે ડેવલપ કરાશે.સુરત ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલી ડીઝાઈન મુજબ જંકશન ડેવલપ કરવાની કામગીરી કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં આવેલા મુખ્ય રસ્તા ઉપરના ટ્રાફિક જંકશન ઈમ્પ્રુવ કરી ડેવલપ કરવા જંકશન ઉપર ડેડીકેટેડ પેડેસ્ટ્રીયન ક્રોસીંગ માટેની વ્યવસ્થા કરવા ઉપરાંત સાઈનેજ,રોડ માર્કીંગ, સ્ટોપલાઈન અને ઝીબ્રા ક્રોસીંગ સાથે જંકશન ડેવલપ કરવા સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી પાસે ડીઝાઈન તૈયાર કરાવવામાં આવી હતી.જેમાં પ્રથમ તબકકામાં કુલ ૨૯ જંકશન તથા બીજા તબકકામાં કુલ ૪૫ જંકશનની ડીઝાઈન તૈયાર કરવામાં આવી હતી.આ પૈકી પ્રથમ તબકકામાં ૨૯ જંકશનને ડેવલપ કરવાની કામગીરી જે તે ઝોનના ઈજનેર વિભાગ તથા રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા ચાલી રહી છે.જંકશન ડેવલપ કરવાની કામગીરી માટે બે વખત નેગોશીએશન કરવામાં આવ્યા પછી રુપિયા ૧૦.૫૨ કરોડના ખર્ચથી અનાયા ઈન્ફ્રાકોનને જી.એસ.ટી.અલગથી ચૂકવવાની શરત સાથે કામગીરી આપવા રોડ કમિટીએ મંજૂરી આપી છે.

 

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW