અવાર નવાર ગુન્હામાં ઝડપાતા આરોપીઓને પાસા તળે અન્ય જેલ હવાલે કરવામાં આવતા હોય છે. ત્યારે મોરબીમાં વ્યાજ વટાવના ગુન્હામાં અવાર નવાર ઝડપાયેલ આરોપીને પાસા તળે સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા ઉ.વ.૨૬ રહે.રવાપર ધુનડારોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં.૩૦૩ વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને સુરત લાજપોર જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.