વિરપર ગ્રામ પંચાયત સરપંચે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો

ટંકારા: તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં વિરપર ગ્રામ પંચાયત ચૂંટણીમાં મહેશભાઈ લીખીયા વિજેતા થયા હતા. ત્યારે આજ રોજ સરપંચ તરીકે મહેશભાઈ લીખીયા તેમજ ઉપસંરપચ તરીકે મંજુલાબેન મુંદડિયા તથા નવનિયુક્ત ગ્રામ પંચાયત સભ્યોએ ચાર્જ સંભાળ્યો હતો.

આ તકે નવનિયુક્ત સંરપંચ મહેશભાઈ લીખીયાએ નવી ગ્રામ પંચાયત બોર્ડીએ આવનાર દિવસોમા સરકારની સહારો તથા વિકાસલક્ષી કાર્યો કરવાની ખાત્રી આપી હતી. વિરપર ગ્રામ પંચાયતની નવનિયુક્ત બોર્ડીને ગામના આગેવાનો અને સમસ્ત ગામે શુભેચ્છાઓ પાઠવી હતી.