ટંકારા તાલુકાના વિરપર ગામે સફાઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા હોવાની રજુઆત ગામના જ જાગૃત નાગરિકે કરી હતી. એક બાજુ સ્વચ્છ ભારતની વાત થતી હોય ત્યારે બીજી બાજુ હરિયાણું ગામડું પણ સ્વચ્છતા વાંકે ઝ઼ખી રહ્યું છે. વિરપર ગામના મુંદડિયા સાવન નરેન્દ્રભાઈએ કલેક્ટર અને મામલતદારને આ બાબતે રજુઆત કરી તાત્કાલિક કચરાના ઢગલા દુર કરવા માંગ કરી છે. અને જો કચરો હટાવવામાં નહી આવે તો સરપંચના ઘર પાસે કચરો ખડકી દેવાની પણ ચીમકી આપી છે.
તેમણે રજુઆતમાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના વિરપર ગામે રહેણાંક વિસ્તારમાં ઘરની સામે કચરાના ઢગલા પડયા હોય જે કચરો પવન મારફતે દરોજ ઘરમાં તથા શેરીમાં આવતો હોય, સરપંચને છેલ્લા 10 દિવસમાં ફોન દ્વારા તથા રૂબરૂ બેથી ત્રણ વાર કહેવામાં આવેલ હોય પણ સરપંચ દ્વારા કહેવામાં આવેલ કે, જેસીબી મશીન મળે એટલે ઉઠાવી લવ એવા ઉડાવ જવાબ આપવા મા આવે છે. અને કોઈ પ્રકાર ની એ બાબતે કામગીરી કરવામાં આવતી નથી. ત્યાં ના રહીશો એ નક્કી કરેલ છે કે જો આ કચરો તાત્કાલિક ઉઠાવવામાં નય આવે તો, આ કચરાનો ઢગલો ત્યાના રહીશો દ્વારા ઉઠાવીને સરપંચના ઘરની સામે ઠલાવામાં આવશે. તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને આ સમસ્યાથી આજુબાજુમાં રહેતા રહીશો ને છુટકારો મળે તેવી રજુઆત કરી છે.