ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલ સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે કબજો કરનાર મોરબીના શખ્સ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલ સરકારી ખરાબાનાં સ.નં.૩૯૬ પૈકી ૩૦/પૈકી ૧ ની જમીન ૨૦૨૩-૦૦ ચો.મી. વાળી જમીન હડપ કરી જવાના ઇરાદે રમેશ બધાભાઇ રબારી ( રહે. એમ-૫૫/૩૧૦, ન્યુ.ગુ.હા.બોર્ડ,શનાળા રોડ,મોરબી) એ ગેરકાયદે કબજો કરતા ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), પ(ગ) મુજબ ગુન્હો દાખલ કરી આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.