મોરબી જિલ્લામાં ચારેકોર કોરોના કહેર વર્તાવી રહ્યો છે. અને કોરોના કારણે સ્થિતિ બેકાબૂ બની છે. ત્યારે ઉદ્યોગપતિથી લઈને સામાન્ય નાગરિક અને યુવાનો સેવા માટે આગળ આવ્યા છે. ત્યારે મોરબીના પ્રેમજીનગરમાં રહેતા જયેશભાઇ શેખવા નામના યુવાને ઓક્સિજન સિલિન્ડર માટે વપરાતા પ્રેશરવાલ્વ મશીન બનાવ્યું છે. અને જરૂરિયાતમંદ દર્દીને પ્રેશરવાલ્વ નિ:શુલ્ક વિતરણ કરે છે.
આ અંગે જયેશભાઈ શીખવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ મશીન બનાવવા પાછળ રૂ. 1100 જેટલો ખર્ચે થયો હતો. અને 3 દિવસમાં 10થી વધુ પેસર મશીન બનાવી જરૂરિયાતમંદ દર્દીઓને વિતરણ કર્યું છે. તેમજ આ પ્રેશર વાલ્વ મશીન અન્ય જરૂરિયાતમંદ દર્દીને આપવા અપિલ કરી છે. તેમજ ઓક્સિજન વાલ્લની અછત છે. તેમને આ ઉપયોગની નિવડી શકે છે. તેમજ આ પ્રેશર વાલ્વ તબિબને પણ બતાવામાં આવ્યું હોય તે યોગ્ય રીતે ચાલતું હોવાનું જણાવ્યું હતું. તેમજ ડોક્ટરો દ્વારા જયેશભાઇને માર્ગદર્શન અને મશીન અંગે સલાહ સૂચન પણ કરાયું હતું. જયેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રેશર વાલ્વ મશીન જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રી આપવામાં આવે છે. અને હાલમાં વધુ 37 જેટલાં પ્રેશર મશીન બનાવવામાં આવ્યા છે. જેમાં મારા મિત્રોના સાથ-સહકાર મળ્યો છે.
